વાસી રોટલી..
રાજેશ સવારના 10 કલાકની આસપાસ પોતાના વિસ્તારની બહાર નીકળતા જ જે સીટી બસ સ્ટેશનનું સ્ટેન્ડ આવે ત્યાં ઉભો રહીને પોતાની ઓફિસ તરફ જતી બસની રાહ જોવા લાગ્યો.
એવામાં એક ભિખારી આવ્યો, જેના કપડાં એકદમ મેલા અને ફાટેલાં હતાં, વાળ વિખાયેલા હતાં, આંખોમાં લાચારી હતી, અને એક ફાટેલી થેલી હાથમાં લઈને તે પેલા સીટી બસ સ્ટેશનની નજીક આવ્યો.
સીટી બસ સ્ટેશનની નજીક આવી ત્યાં સરકાર દ્વારા મુકેલ કચરા પેટી નજીક ગયો, કચરા પેટી છલોછલ ભરાય ગઈ હતી આથી બધા શિક્ષિત કહેવાતા લોકો કચરા પેટીની બહાર કચરો નાખી - નાખીને જતાં રહેતા હતાં, એવાંમાં આ ભીખારીને આ કચરા પેટીની પાસે પડેલ એંઠવાડ માંથી એક રોટલી મળી, અને તે રોટલી ખાવા લાગ્યો, આથી રાજેશે પેલા ભિખારીને પૂછ્યું…
“તમે કેમ આ રોટલી ખાવ છો?”
ત્યારે ભીખારીએ જે જવાબ આપ્યો તેના દરેક શબ્દો રાજેશના હૃદયને વીંધીને આરપાર નીકળી ગયાં.
“સાહેબ ! આ રોટલી કદાચ બે દિવસ વાસી હતી, જ્યારે મને ત્રણ દિવસથી ભૂખ લાગી છે, મારી ભૂખ કરતાં આ રોટલી તાજી છે, એટલે હું આ રોટલી ખાવ છું.”
વ્યક્તિ પરિસ્થિતિ સાથે કઈ હદ સુધી એડજસ્ટ કરી શકે છે, તેનું ઉદાહરણ રાજેશે આજે પોતાની આંખો દ્વારા જોયું, ત્યારબાદ રાજેશ તે ભિખારીને નજીક રહેલ નાસ્તાની દુકાને લઈ ગયો અને તેને ભર પેટ નાસ્તો કરાવ્યો.