જેતપુર શ્રી મોટી હવેલીના પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજીને ત્યાં પુત્ર (લાલન)નું પ્રાગટ્ય
છઠ્ઠી પૂજન પ્રસ્તાવની જોરદાર તૈયારી...
જેતપુરના પુષ્ટિમાર્ગીય ઇતિહાસમાં સર્વપ્રથમ વખત એક સોનેરી અવસર આવી પહોંચ્યો છે.જેતપુર શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી ગૃહ પરિવારમાં પૂજ્ય શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના આત્મજ પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીને ત્યાં ગત ગુરુવારના રોજ પુત્ર (લાલન)નું પ્રાગટ્ય થયું છે.અનહદ ખુશીના આ પ્રસંગે પ્રાગટ્ય દિવસથી જ સમગ્ર જેતપુર તાલુકાના વૈષ્ણવ પરિકરમા ભરપૂર આનંદનો માહોલ સર્જાયો છે.
જેતપુરમાં બિરાજમાન સમગ્ર શ્રી વલ્લભકુળ પરિવારમાં સર્વ પ્રથમ વાર પુત્ર (લાલન)ના પ્રાગટ્યનો વધાઇ ઉત્સવ આવ્યો છે.ખુશીની આ લહેરોને ઉજવવા માટે લાલનના છઠ્ઠી પ્રસ્તાવની ભવ્ય તૈયારીઓ થવા લાગી છે.
વૈશાખ સુદ ૧૦ને મંગળવારે તારીખ ૧૪ના રોજ આ છઠ્ઠી પ્રસ્તાવની ઉજવણી જોરશોરથી થવા જઈ રહી છે. આ દિવસે સવારે મંગળાના દર્શન ૮ કલાકે થશે અને પલના-નંદ મહોત્સવ ૧૧ કલાકથી શરુ થશે જેમાં “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ની ગૂંજથી આખી હવેલી ગુંજી ઉઠશે અને વૈષ્ણવો ખુબ નાચી નાચીને આ પ્રાગટ્ય ઉત્સવને વધાવશે.
ત્યારબાદ સંધ્યા આરતીમાં મોતીના બંગલાના દર્શન થશે અને સાંજે ૭.૩૦કલાકે વલ્લભકુળના પૂજ્ય ગોસ્વામી બાલકોની ઉપસ્થિતિમાં છઠ્ઠી પૂજન પ્રસ્તાવ થશે.આખાયે દિવસની આ અલૌકિક ઉજવણી શ્રી મોટી હવેલીએ થશે.
આ પ્રસંગે જેતપુર શહેર તેમજ તાલુકાના તમામ વૈષ્ણવ પરિવારને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.આ માટે પૂજ્ય શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ ઉત્સવ સમિતિ પ્રમુખ રાજુભાઈ પટેલ,હવેલી પ્રમુખ બિપીનભાઈ ઝવેરી તેમજ શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ પ્રમુખ કિશોરભાઈ કાકડિયા દરેક સભ્યોને સાથે રાખી જહેમત ઉઠાવી રહ્યા છે.આ પ્રમાણે સંસ્થાનાં
સેક્રેટરી- મનીષ ધૃવ ની યાદી જણાવે છે