# Kavyotsav 2
# કાવ્યોત્સવ 2 : : ઈશ્વર
: : કોણ જાણે : :
તેજ , તેજ , તેજ, કેવું છે આ તેજ ??? કોણે પુર્યુ આ તેજ ???
કોણ જાણે ક્યાં બેઠો છે ??? પુરનાર આ તેજ ,,,
તનમાં તેજ , મનમાં તેજ ,
શ્વાસ માં તેજ વિશ્વાસ માં તેજ ,,,
ચાંદામાં તેજ , સુરજમા તેજ ,
અબજો તારામાં દેખાય કેવું તેજ ???
ડુબતા સુરજ ,વધતું દેખાય ચાંદાનું તેજ ,
વળી ધરતીમાં દેખાય છે અનેરું તેજ ,,,
કણ નાખો , મણ આપે આ ધરતી ,
માટી ને પાણી સાથે ,મેળવી આ તેજ ,,,
ચમકતી વીજળી ના ચમકારા માં તેજ ,
હેયે હૈયાના ધબકારા માં તેજ ,,,
અહીં તેજ , તહીં તેજ ,
જ્યાં જુઓ ત્યાં " તેજલ " તેજ, તેજ ,,,
તેજ વિનાની દુનિયા બને નિસ્તેજ ,
કોણ જાણે ??? ક્યાં બેઠો છે પુરનાર આ તેજ ... ... ...
Written by : : Tejal Vaghasiya
તેજલના સૌને જય શ્રી કૃષ્ણ