# Kavyotsav 2
# કાવ્યોત્સવ 2 : : ઈશ્વર ,
: : કોઈ પુછો : :
કોઈ પુછો પતંગિયા ને જઈ ,
એ રંગ નવા ક્યાં થી લાવે છે ???
કોઈ પુછો મોરલીયા ને જઈ ,
કળા ની રીત ક્યાં થી શીખ્યો છે ???
કોઈ પુછો કોયલડી ને જઈ ,
એ સુર* મીઠા ક્યાં થી લાવે છે ???
કોઈ પુછો વાદલડી ને જઈ ,
એ જળ મીઠા ક્યાં થી લાવે છે ???
કોઈ પુછો મધપુડા* ને જઈ ,
એ મધ મીઠા ક્યાં થી લાવે છે ???
કોઈ પુછો ગાવલડી ને જઈ ,
એ દુધ મીઠા ક્યાં થી લાવે છે ???
કોઈ પુછો સુરજ પાસ* જઈ ,
કે તેજ રોજ કેમ વધે છે ???
કોઈ પુછો ચાંદલીયા ને જઈ ,
શીતળતા એની કેમ ટકે* છે ???
કોઈ પુછો આતમ પાસ* જઈ ,
કે આનંદ એ તો કેમ પામશે ???
કહે "તેજલ " જીવશું હસતા રમતા સઈ*
આતમ આનંદ સૌના પામશે ,,,
આતમ આનંદ સૌના પામશે ... ... ... ...
****************************************
સુર = અવાજ
મધપુડા = મધનું ટોળું
ટકે = રહે
પાસ = નજીક
સઈ = સખી ,બહેનપણી ,મિત્ર
*****************************************
Written by : : Tejal Vaghasiya
તેજલના સૌને જય શ્રી કૃષ્ણ
*****************************************