# Kavyotsav 2
# કાવ્યોત્સવ ૨
: : જનની ની જોડ સખી હું પામી રે લોલ : :
(રાગ : જનની ની જોડ સખી નહી જડે રે લોલ )
જનની ની જોડ સખી હું પામી રે લોલ ,
પામી છું કાંઈ અપાર પ્રેમ જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
જનની ની જોડ સખી નહી જડે રે લોલ ,
કોણે કીધા છે એવા ગીત જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
માતા વિનાની ઝુરી પિયરે રે લોલ ,
સાસુમાં એ દીધા અપાર સ્નેહ જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
પિતા ઘેર હતી હું તો લાડકી રે લોલ ,
ન આવડે રસોડાના કામ જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
લાપસી ન આવડે હું તો ધ્રુજતી રે લોલ ,
સાસુમાં એ ઝાલ્યો મારો હાથ જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
પાડોશણ બોલે મીઠા બોલડા રે લોલ ,
બઝાવવા ને આવી સાસુ વહુ જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
સમાજ છે ઈર્ષાળુ આંધળો રે લોલ ,
હૈયે ન ધરો કોઈ ની વાત જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
આજની યુવા બેન તમે સાંભળો રે લોલ ,
સાસુને ગણો " માં " સવાય જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
અમુલ્ય સંદેશ " તેજલ " આપતી રે લોલ ,
ધરા પર ના હોય એવા વૃદ્ધાશ્રમ જો ,,,
જનની ની જોડ સખી હું પામી રે લોલ ...
Written by : : Tejal Vaghasiya
તેજલના સૌને જય શ્રી કૃષ્ણ