#કાવ્યોત્સવ2 પણ મેઘ ના આવ્યો!
વાદળ નિહારતો નિહારતો ચાતક બન્યો,
પણ મેઘ ના આવ્યો,
લઈ બીજને ભૂ માં સોંપતો
પણ મેઘ ના આવ્યો,
બાંધી આસ મનની કોરે
બાંધી પાળ નીરની રાહે,
પણ મેઘ ના આવ્યો!
થઈને બેઠો તાત જગતનો
એટલે તો ના હાર્યો
છેવટે આંસુની ધારે ભૂ ને સીંચતો,
પણ મેઘ ના આવ્યો!
લીલુડી ધરતી રે માંગતો,
બીજો કોઈ સ્વાર્થ ન જાણતો
તો ય મેઘ ના આવ્યો!
કુદરત સામે જંગ લડતો ,
ને આસમાની વાદળી નીચે સૂતો
જગને ભરપેટ જમાડી સૂકો રોટલો તોડતો,
પણ મેઘ ના આવ્યો,
નીર વિના હું મનથી ભરાતો,
ને બે આંસુ પાડતો ,
પછી બાંધી ગાંઠ મનમાં દીકરાના
ના બનતો તાત આ જગનો!
આ જગને છોડી જાતો ને,
ભૂ ને મારા લોહીથી ય સીંચતો
પણ મેઘ ના આવ્યો!
-"તરંગી"
(જયકુમાર ઢોલા)