ગુજ્જુ ઈંગ્લીશ (હાસ્ય છોળ...)
બે મિત્રો તેઓના સંતાનને ટી.વી. બતાવવું કે નહિ તેની ચર્ચા કરતા હતા....વાતમાંથી વાત નિકળી...
એક મિત્રએ કહ્યું : " ડિસ્કવરી ચેનલ બાળકને બતાવવાથી તેનામાં "એક્ટિવતા" આવે છે.....
બીજા મિત્રએ તેની વાતમાં સૂર પૂરાવતા કહ્યું : હ...મ......ડિસ્કવરી ચેનલમાંથી બાળક નવું જાણે તો.....તેના વ્યાવહારિક જીવનમાં "અેલર્ટતા" આવે છે.....
હવે..અે બંને મિત્રોએ....પોતાની "સેન્સ ઑફ હ્યૂમર...."થી અંગ્રેજીનું ઑપરેશન કરવાનું નક્કી કરી નાખ્યું હતું......એટલે મેં પણ અંતે તેમનાં "સૂરમાં સૂર " પૂરવતા કહ્યું : સાચી વાત...હોં.....ડિસ્કવરી ચેનલ જોવાથી તમારા 'પાલ્ય'માં "એક્ટિવતા" તથા " એલર્ટતા" સાથે સાથે "કેચપતા...." (નવું નવું અર્થગ્રહણ કરવાની ક્ષમતા ) પણ આપોઆપ વિકસશે..........???
- "કલ્પતરુ"