56 વરસ ની આયુમાં 560 વરસ જીવી જનાર ક્ષત્રિય શિરોમણી મહાવીર મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ પર શતશત નમન.
આત્મસન્માન, આત્મગૌરવ, ખુમારી, ધર્મપરાયણતાં, શૌર્ય અને સાહસ.. આ બધા જ શબ્દોને એક શબ્દ વડે જ વ્યક્ત કરવાના હોય તોહ એ શબ્દ 'રાણાપ્રતાપ' જ હોય..
200 કિલો સમાન (બખ્તર, ભાલો અને બીજા હથિયાર સાથે રાણા પોતાના દિવ્ય અશ્વ સાથે યુદ્ધમાં ઉતરતા... 100 કિલો ના રાણા અને 200 કિલો ની રણ-સામગ્રી... અને એ પછી ઘનઘોર યુદ્ધ... તોહ, 'ચેતક' ની શક્તિ પણ શું સમજવી ??
રાણા ને યાદ કરીએ ત્યારે ચેતક ને યાદ કરવો ન પડે... યાદ આવી જ જાય.
આવી જ રીતે પોતાના પ્રાણ ની આહુતી આપી અને રાણા પ્રતાપ નો જીવ બચાવનાર નરવીર ઝાલા 'માન' પણ રાણાજી ના ઇતિહાસ નો અમર ભાગ છે.
રાણાજી ને જરૂર હતી ત્યારે પોતાનું સર્વસ્વ રાણાજી ના ચરણે ધરી દેનાર રાષ્ટ્ર પ્રેમી વીર ભામાશા પણ રાણાજી ના ઇતિહાસ નું અમર પાત્ર છે.
દુઃખ સાથે એ પણ યાદ કરવાનું કે... મહારાણા 'પ્રતાપ' પોતાના જીવન ની મોટાભાગ ની લડાઈ દિલ્હીના બાદશાહ અકબર વતી લડત રાજપૂત રાજા માનસિંહ સામે જ લડ્યા હતા.
હિંદુઓ અગર આજ મૂર્તિ પૂજા કરી શકે છે... તોહ.. તેનો મુખ્ય યશ ભારતના ત્રણ મહાવીરોને જવો ઘટે.
1, મહારાણા પ્રતાપ
2, છત્રપતિ શિવાજી
3, ગુરુ ગોવિંદસિંહજી.
સમગ્ર મૂર્તિપૂજાક સમાજે જ્ઞાતિ,જાતિ અને સંપ્રદાયક વાડાઓ બાજુ પર મૂકી અને આવા નરકેસરીઓ પરત્વે અન્યોન્ય આદર અને આભાર વ્યક્ત કરવો જોઈએ.
જય ભારત ???