ઘણાખરા માણસો જયારે કંઇ અજુગતું જુએછે તો તરત તેમના દિલમાં એક દયાની લાગણી તુરંત ઉદભવેછે ને તે તુરંત કંઇ પણ સેવા કે માનવતા જેવું કામ કરવા તૈયાર થઇ જાયછે...
ને જયારે તેના દિલમાં માનવતા રુપી એક લાગણી પ્રગટેછે ત્યારે નથી તેને રહેતો દુનીયાનો કોઇ ડર કે નથી રહેતી દુનીયાની કોઇ શરમ...
વાત એમ છે કે એક રોડ ઉપર કુતરાનું બચ્યુ ફરી રહ્યુ હતું..અચાનક એક ગાડીવાળાએ તેને ટક્કર મારી ને તે ગાડી તુરંત ચાલી ગઇ...
બચ્યુ રોડ ઉપર ટક્કર વાગવાથી જોરથી ચીસો પાડી રહ્યુ હતું...
તે ચીસો સાંભળીને નજીકમાં ઉભેલી તેની મા દોડતી રોડ ઉપર આવી ને બચ્ચાને જોઇને આજુબાજુ આંટા મારવા લાગી પછી તે બચ્યુ અચાનક ચીસો પાડતું બંધ થઇ ગયું પરંતું માને એમ કે મારું બચ્યુ મરી ગયું એટલે પછી તેને પણ ચીસો પાડવા માંડી...પરંતું બચ્યું જીવતું હતું..
રોડની અવર જવર ચાલું હતી...ગાડીઓ બાજુએથી આવનજાવન કરતી હતી...સાથે પબ્લીક પણ બંન્ને બાજું અવર જવર કરતી હતી..ઘણા લોકો એક સામાન્ય બનાવ સમજીને ચાલી નીકળતા હતા..તો ઘણા ઉભા ઉભા વિડીયો ઉતારતા હતા..આવા ટોળામાં એક બેન પણ હતા કે તેમને આ જોઇને મનોમન ઘણું દુ:ખ થતું હતું કે હું આના માટે શું કરી શકું કદાચ એવા કોઇ વિચારે આમ તેમ ફરતા હતા...
પરંતું તેમનામાં કંઇક સારુ કરવાની હિંમત હતી...માટે તેઓ આવતી જતી ગાડીઓને પાર કરીને પેલી જગ્યાએ ગયા જયાં આ બનાવ બન્યો હતો...બેભાન પડેલા બચ્યાના માથે પોતાનો કોમળ હાથ ફેરવ્યો..
છતાંય બચ્યાએ પોતાની આંખ ના ખોલી..બેન તે જગ્યાએ બેસીની વારંવાર પોતાનો હાથ બચ્યા ઉપર ફેરવતા હતા..આ જોઇને સામે ઉભેલા એક બીજા બેન પણ તેમના આ નેક કાર્યમાં સહભાગી થવા ગયા..બચ્યાની મા ઉભી ઉભી આ બધું જોઇ રહી હતી..ને વિચારતી હતી કે આ લોકો મારા બચ્યાને શું કરી રહ્યા છે...પરંતું બચ્યાની માને થોડોક તો ખ્યાલ આવી ગયો હતો કે હું એક મા છું તેમ આ પણ કોઇની મા હશે..જે કરશે તે સારૂ જ કરશે...આમ ને આમ પેલા બેનને એક વિચાર આવ્યો કે આને ઉચકીને રોડની સાઇડે લઇ જઉ જેથી આને બીજી કોઇ નાની સારવાર કરવી હોય તો કરી શકાય..બસ આ વિચાર સાથે તેમને ભરી પબ્લીકની સામે પોતાના બે હાથ ખુલ્લા કરીને બચ્યાને હાથમાં લઇને રોડની સાઇડે લઇ જઇને મુકી દીધું...
ત્યાર બાદ બીજા પેલા બેને પોતાની વોટર બેગથી બચ્યા ઉપર પાણી રેડયું છતાંય બચ્યાએ પોતાની આંખ ના ખોલી..પછી બંન્ને બહેનો મુંઝાયા કે હવે શું કરવું..બચ્યામાં જીવ તો હતો જ પણ ચોટ લાગવાથી ને ગભરાઇ જવાથી તે બેભાન થઇ ગયું હતું થોડો ઘણો ઘા પણ થયો હતો...
પછી બસ બીજો કોઇ રસ્તો નહીં જળવાથી પેલા પહેલા બેને પોતાના હાથમાં બચ્યાને ઉંચકીને ફરી પાછા પબ્લીકની સામે તેમજ પરત ફરેલા રોડ ફરી ક્રોસ કરીને જાતે નજીકના દવાખાને લઇ ગયા..સાથે સાથે પાછળ બચ્યાની મા ને પેલા બીજા બેન પણ ગયા...
શું પછી બચ્યુ બચી ગયું હશે!..શું પહેલા બેન તે બચ્યાને સારવાર પછી તેને પોતાને ઘેર લઇ ગયા હશે!
તેની કોઇ જાણ નથી...
જે કંઇ થયું હશે તે સારુ થયું હશે તેવું વિચારીએ..
પણ હા આ જોઇને એક ચીજ જરુર કહી શકાય..કે બાળકને જયારે ઇજા થાય છે ત્યારે પહેલું દિલમાં દર્દ માને જ થાયછે...
તે આની ઉપરથી સરળ સમજાઇ જાયછે.
એટલે જ લોકો કહેછે કે મા તે મા..(મા સાથે બીજું કોઇ જ ના આવે.?)
નોંધ-ફોટો કાલ્પનિક છે.