આપણે સૈ ઘણા નસીબદાર છીએ કે જયારે પણ એક બાલટી પાણીની જરુર પડે ત્યારે તુરંત બાથરૂમમાં જઇને બસ સહેજ નળ ખોલી દઇએ તો તરત ખાલી ડોલમાં પાણી ભરાઇ જશે...
ઉનાળાની સિઝન ચાલી રહીછે દરેક જગ્યાએ પાણીની તકલીફો જોવા મળેછે કયારેક દુર દુર સુધી ઘણા લોકોને પાણી લેવા જવુ પડતું હોયછે કુવા તળાવો પાણી વગર સુકાતા જાયછે ને આવી પરિસ્થિતિ હોવા છતાંય આપણે પાણીનો વધુ દુરુઉપીયોગ કરી રહ્યા છીએ...
ચાલુ પાણીએ કપડાં ધોવા..
રોજે રોજ ઓટલા અગાસીઓ ધોવી..
જરુરીયાત કરતા વધું પાણીનો સંગ્રહ કરવો..
પણ જરા વિચારો કે દેશના અમુક ગામડાં એવા પણ છે કે જયાં ઘરોમાં પાણી જ નથી આવતું તે માટે તેઓને ઘણાબધા કિલોમીટર સુધી ચાલીને પાણી લાવવું પડે છે...અથવા તો કોઇ એક નળે કલાકો સુધી પોતાનું વાસણ લાઇનમાં મુકીને ઉભું રહેવું પડેછે...
શી હાલત તેમની થતી હશે!
આજની આવી ગરમીની સિઝનમાં પાણીનું એક એક ટીપું લોહીના એક ટીપા બરાબર હોયછે માટે હમેશા પાણીનો યોગ્ય ને જરુરી હોય તેટલો ઉપયોગ કરો જેથી બીજાને પણ તે પાણી મળવાનો લાભ મળી રહે....
Save water..?