#kavyotsav -2
#કાવ્યોત્સવ -2
સાત સમંદર તરીને પણ આવીશ,
તું જાણ નહિ કરે તો પણ આવીશ.
તું ભલે છૂપાવ મહેચ્છા બધી તારી,
એને દિલમાં ઉતરી હું જાણી લઈશ.
ફૂલોથી મહેકાવિશ તારી ઇચ્છાઓનું શહેર,
એમાં,ખુશ્બુ બધી ઈતર જેવી છંટકાવિશ.
તારાં દિલમાં છું તને રાહ ન જોવડાવિશ,
ઈશ્વર સાથે વેર કરીને પણ તને મળવા આવીશ.
અરે!!,સઘળી દીવાલો હું જ વિખેરિશ,
તને,તલભાર પણ તકલીફ ન થવા દઈશ.
આ કથા આપણી હું દિલમાં મઢવિશ,
એને કલમના સહારે કાગળીએ નહિ છપાવિશ.
રવિ નકુમ 'ખામોશી'