વિશ્વ પુસ્તક દિવસ.
મનથી મને લખવાની પ્રેરણા આપતું
પુસ્તક.
આમ તો હું છું એક કોરો કાગળ,જયાં સુધી મારી સાથે કાગળ નાં કાગળ ન જોડાય ત્યાં સુધી મારું અસ્તિત્વ કોઈની સામે આવતું નથી.જ્યારે મારી સાથે કાગળો નાં કાગળ જોડાય ત્યારે હું કોઈ નવા સ્વરૂપે અલગ અલગ ભાષામાં પુસ્તક થઈ બહાર આવું છું. જુઓ ને મારી ઉપર કેવું.લખાય છે,કોઈકના જીવનનું હાસ્ય પણ,તો. કોઈકના હ્રદય ની વેદના પણ, કોઈકવાર કોમળ હાથમાં બંધાઈ ને કલમ જ્યાં એને થાક પણ મારી ઉપર જ ઉતારતી હોય એવું લાગે પણ મે એને કદી કહ્યું નથી હે, કલમ તારો મને ભાર લાગે છે.ક્યારેક હું હાથી થી લખાઉ તો ક્યારેક કાળા અક્ષરો પર ટાઈપ કરી મને ચીતરવામાં આવે તો ક્યાંક મને સ્વચ્છ રંગીન કાગળો માં પણ રંગીન અક્ષરો થી ચીતરવામાં આવે એવાં સમયે મારો આનંદ અલગ હોય છે,જે મારી શોભાનો શણગાર બને છે.જીવનની ઘટમાળમાં માણસની વેદના હોય કે હાસ્ય એ પોતાની રજૂઆત ક્યારેક કરે છે તો ક્યારેક કરી પણ નથી શકતો એ હ્રદયમાં છુપાવીને રડી રહ્યો હોય તો મને એવું લાગે કે એની વેદના હું મારા પર કેમ ન લઉં;બધી જ વેદના.ભીતરની મારા પર ચીતરે છે એવાં સમયે મને પોતે જ સાથીદાર બનાવી ને હું એનો પણ ભાગીદાર બનું છું.મને એવું થાય કે મારો જ મિત્ર,નાના સ્વરૂપે હું ક્યારે ખિસ્સામાં સમાઉ છું તો ક્યારેક કોઈકના કબાટ માં સરસ રીતે ગોઠવાઈ જાઉં, બની ગયેલાં બનાવો, પ્રેમ મારાં પર લખાય; ઘણીવાર મુશ્કેલી નો સામનો કરી રહેલાં ડૂબતાં માણસ ને હું કિનારા સુધી લાવી ને એની પ્રેરણા હું બનું છું.
મારા માટે જીવન જીવવાની રીત
એજ મારું પુસ્તક.??
-સૂરશબ્દ.