*સમર્પણ*
મારી માતા ને મેં અમારા પરિવાર માટે સમર્પિત થતા જોઈ છે...
લગ્ન પછી માતા પિતા ના સંસ્કાર માટે ના કહી શકાય કે વેઠી શકાય એવી વેદના ને સહન કરતા જોઈ છે...
મેં મારી માતા ને સમર્પિત થતા જોઈ છે...
લગ્ન પછી પતિ નો સાચો સહારો કહી શકાય તેવી સ્ત્રી...
જેને મેં પતિ માં સમર્પિત થતા જોઈ છે...
મારી માતા ને મેં અમારા માં સમર્પિત થતા જોઈ છે...
પિતા ના ગયા પછી ના વર્ષો માં ખૂદ થી વિખુટી થતા જોઈ છે...
મારી માતા ને મેં અમારા માટે સમર્પિત થતા જોઈ છે...
પિતા ની છત્ર છાંયા વગર એને મેં સમાજ સામે લડતા જોઈ છે...
મારી માતા ને મેં અમારા માં સમર્પિત થતા જોઈ છે...
ભાઈ નો હસમુખ ચહેરો ક્યારેય પણ ના ઉદાસ થાય એના માટે હર એક જગ્યા એ ખૂદ ના શોખ ને બલિદાન કરતા જોઈ છે...
મેં મારી માતા ને અમારા માં સમર્પિત થતા જોઈ છે...
મને સમાજ સામે લડવાની તાકાત આપનારી મારી માતા ને ક્યારેક અંદર થી તૂટતાં જોઈ છે...
મેં મારી માતા ને અમારા માં સમર્પિત થતા જોઈ છે...
ક્યારેક ખૂદ એકલી રડી લેશે પણ અમારા માટે પોતાને હિંમતવાન બનાવતા જોઈ છે...
મેં મારી માતા ને અમારા માં સમર્પિત થતા જોઈ છે...
- કિંજલ સોનછત્રા