તમે વાતો કરોતો થોડું સારું લાગે,
આદૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષોને પંખીબે વાતો કરેછે
ત્યારે ખીલેછે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠેછે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગાતો ઝરણુંપણ ખારુંલાગે,
તમે વાતો કરોતો થોડું સારું લાગે,
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખુંતો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકુંછું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરોતો થોડું સારું લાગે.