પુસ્તકો સાથે નો મધુરો સંબંધ
સુખ દુઃખ નો સાથી છે, પુસ્તક
નાની નાની સમસ્યા નો હલ છે પુસ્તક.
પ્રેમ લાગણી નો સમંદર છે પુસ્તક,
સુખ માં આનંદ છે,પુસ્તક દુઃખનો સહારો છે પુસ્તક.
જીવન જીવવા નો રાહ છે પુસ્તક,
લાગણી ઓ ને ફુટતી વાચા છે પુસ્તક,
જે ઘર માં પુસ્તક નથી તે ઘર ઘર નથી
સ્મશાન છે.પુસ્તકો તો જીવાદોરી છે.
જ્ઞાન નો ભંડાર છે, પુસ્તક
દિકરી ને દહેજ ઓછું આપી સારા પુસ્તકો આપજો પેઢી ઓની પેઢી ઓ તરી જશે સાહેબ,
સુર સંગીત નો અંતરો છે.પુસ્તકો
સવાલ છે મન માં ઘણા તેનાં જવાબ છે. પુસ્તકો
મતદાન દિવસ અને પુસ્તક દિવસ ની હાર્દિક શુભેચ્છા ઓ
શૈમી ઓઝા "લબ્સ"