23 એપ્રિલ ના રોજ ચૂંટણી ના કાર્ય માં રિઝર્વ અવલોકણકાર તરીકે રેહવાનું થતાં પ્રતિશ્રુતિ એક બેઠકે વાંચી. ધ્રુવ ભટ્ટ ની વધુ એક જાજરમાન રચના વાંચી. આ કથા માં ભીષ્મ જુદીજ રીતે પ્રગટ થયા છે. આખી વાત ભીષ્મએ રૂબરૂ કહી હોઈ તેવું લાગે છે.શાપિત વસુ ગંગાપુત્ર તરીકે મારી સાથે વાત કરી એટલી પ્રભાવી રજુવાત.પરંપરા અને આજ્ઞા માં બંધાઇ રહેવા ને બદલે જીવંત સમય ના નૈસર્ગીક પ્રવાહમાં મુક્તપણે સરતા ભીષ્મ અહીં પુર્ણ રૂપે પોતાનું કોચલું તોડી ને ખીલ્યાં છે. ભીષ્મ એ મારા માટે કાયમ એક કોયડો રહયા હતાં. અડગ નિર્ણય, વિચાર પણ ના આવે એવી ઉભી થયેલી પરિસ્થિતિ માં સ્વભાવિક રીતે નિર્ણય લેવો અને તેને પ્રાણ ના અંત સુધી વફાદાર રહેવું...એ નીર્ણય ઊગતી જુવાની માં લીધેલ હતો. ખુબ જ મોટા પ્રલોભનો વચ્ચે અડગ રહેવાથી ભીષ્મ થઈ શકાય છે . પણ ભીષ્મ તરીકે ની વેદના ને પ્રગટાવીને લેખકે આપણને અંત સુધીમાં વિચારતા કરી દીધાં. એ જ ધ્રુવ ભટ્ટ ની સફળતા છે.,"તેં મને દુઃખ નથી આપીયું , તેં મારુ સુખ છીનવી લીધું છે.....બેટા , મુક્તિ માટેની લીલામાંથી પસાર થતાં રહીને, જીવનને "લીલા" સમજીને જીવવું તે જ તો વાસ્તવમાં સ્વર્ગ છે," જીવનના મર્મ સમજાવતી ઉક્તિ થી આ પુસ્તક ભરેલું છે