જેટ એરવેઝ ઇન્ડીયાની પ્રાઇવેટ પ્લેન સેવા કંપની...જે ગયા બુધવારે પોતાની દરેક ફ્લાઇટ અચોક્કસ મુદત માટે તેની ઉડાન સ્થગીત કરી દીધી છે...
તેની પોતાની ફ્લાઇટ અલગ અલગ દેશોમાં ઉડાન ભરતી હતી..જે દેવામાં ડુબી જવાથી તેની ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે...હજારો કર્મચારીઓ આજ રોડ ઉપર આવી ગયા છે બે મહીનાથી તેમને પગાર નથી મળ્યો તેથી તેઓની સ્થિતી અતિ ગંભીર જણાય છે...
બીજી અનેક એરવેઝ કંપનીઓ વાળાએ જેટ એરવેઝ સ્ટાફને તેમની કંપનીમાં જોબ માટે ઓફરો કરેલી છે તે પણ અડધા પગારે! જે તેમને પોષાય નહીં.
હવે સરકાર પાસે તેઓ આજીજી કરી રહ્યા છે કે આ દેવામાં ડુબેલી જેટ એરવેઝ કંઇક કરીને ફરી પાછી બેઠી થાય..કારણકે આ કંપનીમાં ઘણા કર્મચારીઓ ઘણા વરસોથી કામ કરી રહ્યા છે એટલે કે ઘણા જુના છે તેમને તો આજ ઉપર આભ ને નીચે જમીન સિવાય કંઇજ નથી!
તેમના બાળકો પણ ભુખે રડી રહ્યા છે...
જોઇએ હવે આ દેવામાં ડુબેલી જેટ એરવેઝ કેવી રીતે ફરી પહેલાની જેમ તેની ઉડાનો ભરે છે!