ઘેર જયારે નવા બાળકનો જન્મ થાય ત્યારે સૈ કોઇના મોઢા ઉપર એક અનેરો આનંદ છવાઈ જતો હોયછે...અને જો તેમાં ખાસ તો ઘેર છોકરાનો જન્મ થાય તો તો તેને બાપ ઝાલ્યો રહેતો નથી...બસ આખો દિવસ જાણે પોતાને કોઇ લોટરી લાગી ના હોય તેમ વટથી ફર્યા કરે...
પણ જો ઘરે દિકરી જન્મે તો ઘરના સૈ કોઇના મોઢા ઉદાસ રહ્યા કરે..અરે આતો દિકરી જન્મી! હવે તો તેના માટે ગાંઠ બાંધવી પડશે..ખર્ચા ઓછા કરવા પડશે..ને જે કંઇ પોતાની પાસે છે તે એક દિવસ બધું લઇને જતી રહેશે!
બસ આવી જ કંઇક મનમાં એક વિચારસરણી પેદા થાયછે...
પણ જે દિકરી આવ્યા પછી બેન્ડવાજા વગાડે તે જ એક સાચા ને સમજું માતા પિતા કહેવાય...
દિકરી પણ એક આપણું સંતાન તો છે ને! ચાલો જરા તેને પણ આપણો એક પ્રેમ આપીએ..કારણ કે દિકરી તો ઘરની લક્ષમી કહેવાય...ને!