કવિતા...
જ્યારે અજનબીમાં એક અંગત મળે,
ને હૃદયની લાગણીઓ હરખઘેલી થઈ વરસી પડે,
પછી, એની તારીફમાં જે શબ્દો હોંઠો પર આવે એ કવિતા બને !
જ્યારે જોબનને વરસાદના બુંદનો સ્પર્શ મળે,
ને મનમાં થનગનતો મોરલો ટેહુંક ટેહુંક કરી ચહેંકી ઉઠે,
પછી, એ પ્રણયના રાગમાં જે શબ્દો રેલાય એ કવિતા બને !
જ્યારે આંખોને પ્રિયતમના આવવાનો ઇન્તેઝાર મળે,
ને હૃદયમાં ધબકાર તેજ લઈ પ્રિયતમા ઉંબરે આવી ઉભી રહે,
પછી, વિરહની વેદના અસહ્ય બની આંખોએ ઉભરાઈ પડે એ કવિતા બને !
જ્યારે એક પિતાને કન્યાદાનનો અવસર મળે,
ને અનિચ્છાએ પણ એ કાળજું ને અલગ કરવું પડે,
પછી, બાપલા ના ગળે ભરાઈ પડેલો ડૂમો બેપરવાહ બની ઊંચા રુદનમાં ફેરવાય એ કવિતા બને !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.