આપણને ઘણીવાર કોઇ બંગલાની બહાર એક બોર્ડ જોવા મળે છે...
કે, કુતરાથી સાવધ રહો..!
આમ આપણે વાંચીને જરાક આપણે સમજી જઇએ છીએ કે અંદર જવું ખતરો છે
ને જો કદાચ આપણે અંદર જઇએ ને કોઇ કાળીઓ કે ધોળીઓ કુતરો પાછળ પડીને બચકું ભરી દે તો!
દિવસે ફરતા ઘણા ધોળા ચોર આ વાંચી ને અંદર જતા નથી.
આ બોર્ડ લખવાનો એક જ મતલબ છે કે કોઇ ગમે તેવો માણસ અંદર આવીને ઘુસી ના જાય...
અંદર કોઇ કૂતરું હોય કે ના હોય પણ આવું બોર્ડ વાંચી ને કોઇ અંદર જવાની હિંમત કરે નહી.
આ એક મકાનની સલામતી પણ કહી શકાય...પણ ઘણા લોકો એવા પણ હોયછે કે અંદર કોઇ કૂતરું પણ હોતુ નથી છતાંય એક સલામતી માટે આવા બોર્ડ ભીંત કે દરવાજા ઉપર ટીગાવી દે છે...ભલે હોય કે ના હોય પણ આવું લખાણ વાંચ્યા પછી કોઇ અંદર જવા તૈયાર ના થાય!
ચાલો આ વાત થઇ બંગલાના અંદરના કુતરાંની વાત...પણ જે કુતરાં મહોલ્લામાં ફરે છે, શેરીઓમાં ફરે છે તેનું શું!
થોડુક આપણે પણ જાણીએ છીએ કે આવા ફરતા કે રખડતા કુતરાં જલદી કોઇને કરડે નહિ..પણ ઘણીવાર આવા રખડતા કુતરાં પણ આવતા જતા લોકોને બચકાં ભરીને કરડતા હોયછે.
આવો જ એક પ્રસંગ હમણાં સુરત શહેરના કોઇક એક વિસ્તારમાં બન્યો હતો...
વાત જાણે એમ છે કે એક મહોલ્લામાં એક પાંચ વર્ષનું બાળક પોતાની રમત મસ્તીથી રમી રહ્યુ હતું ત્યાંજ અચાનક એક કુતરું તે બાળક પાસે આવ્યુ ને તરત તે બાળકને કરડવાનું શરું કરી દીધું..બાળકને આ કુતરાના બચકાં સહન નહીં થવાને કારણે તેને ચીસો પાડવા માંડી..તરત જતા આવતા લોકો તેમજ તેના માબાપ પણ ઘરની બહાર આવી ગયા ને બધાએ ભેગા મળીને પેલા કુતરાને જરાક મેથીપાક આપ્યો ને પછી તેમને ભગાડી મુકયું.
માટે આવા રખડતા કુતરાંનો પણ કયારેય ભરોસો ના થાય
કારણકે દરેક જાનવરમાં હમેશાં કરડવાના જ ગુણો હોયછે.
તે કયારેક સારા પણ હોયછે ને કયારેક ખરાબ પણ હોયછે...
જો માણસનો જ સ્વભાવ અમુક સમયે બદલાતો હોયછે તો આવા જાનવરો ઉપર પણ આપણે કેવી રીતે ભરોસો મુકી શકીએ!
માટે હમેશાં દરેક જણથી સચેત રહેવું તેમાં જ આપણી સલામતી હોયછે.