વહેતો મુક્યો મેં લાગણીનો પ્રવાહ ,,,
તું એને પ્રેમ સમજી બેઠો , તો હું શું કરૂં ???
કરી હતી મેં સાચી દોસ્તી ,,,
તું એને યારી સમજી બેઠો , તો હું શું કરૂં ???
નિભાવવી હતી મારે આજીવન દોસ્તી ,,,
તું દોસ્તી ને પ્રેમ સમજી બેઠો , તો હું શું કરૂં ???
પ્રેમમાં જીદ નહી, વા'લા ત્યાગ જ હોય ,,,
જીદમાં તું દોસ્ત ને ખોઈ બેઠો , તો હું શું કરૂં ???