*સંવેદનાસભર લાગણીભરી વાત*
*એક સુંદર રચના.....*
આજ ઘર બધાના માથે ચઢ્યું,
કેમકે શાકમાં મીઠું વધારે પડયું...
કોકનુ કંઈક મોં બગડ્યું,
તો કોકે વળી અન્ન છાંડ્યુ...
ને કોક તો રીતસરનું લડી જ પડયું
કેમકે શાકમાં મીઠું વધારે પડયું...
સ્હેજ ખારાશ વધી,
એમાં તો મને ય જાણે ખટાયુ...
પણ ના જાણ્યું કોઇએ,
કે કેમ કરીને આવું બન્યું...
બહુ સાચવ્યુ,
તોયે એ સાચવી ના શકી...
ને એક આંસુ,
સીધુ શાકમાં પડયું...
લાગણીની વાત ના કરશો,
સાહેબ...
અહીં તો બસ,
શાકમાં મીઠું વધારે પડયું...
લાગણી જો સમજાય
તો મન ને પૂછજો :
"ક્યાંક અન્નપૂર્ણા નું મન દુભાયું?"
...ને જો કયારેક એમ બને
તોય પ્રેમ થી જમીને
અંતર માં ખંખોળજો કે...
"કેમ શાકમાં મીઠું વધારે પડયું?"
*************
??⛲???⛲??