આંખ....
અજબ ગજબના ગતકડાં આવડે છે !
આંખોને એ કેવાં કેવાં કારનામાં આવડે છે.
લૂંટી લે છે દિલડું પળમાં, એ આંખોને,
બે ની ચાર કરતા સારી રીતે આવડે છે.
ઈશારા ઈશારામાં વાતો કરે છે, સાહેબ !
શકથી બચવાના બહાના તમામ આવડે છે.
તોય રહી નિર્દોષ સહુમાં ! એ આંખોને,
આંસુ વહાવી વાત મનાવતા સારી આવડે છે.
ના કહેવાનું પણ કહી જાય છે ક્યારેક !
પેટની વાત છુપાવતા પણ ક્યાં આવડે છે ?
અજબ ગજબના ગતકડાં આવડે છે !
આંખોને એ એવાં એવાં કારનામાં આવડે છે.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.