Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રાર્થના*? ?

આ ઘટના જયપુરના એક વરિષ્ઠ ડૉક્ટરની આપવીતી છે,

એક દિવસ મારી પાસે એક દંપત્તિ પોતાની છ વર્ષની બચ્ચીને લઈને આવ્યા. નિરીક્ષણ બાદ ખબર પડી કે તેનાં હૃદયમાં રક્ત સંચાર બહુ ઓછો થઈ ગયો છે.
મેં મારાં સાથી ડૉક્ટરથી ચર્ચા- વિચારણા કર્યા બાદ તે દંપત્તિથી કહ્યું, 30% સંભાવના છે બચવાની ! હૃદય ખોલીને ઑપન હાર્ટ સર્જરી બાદ, નહી તો બચ્ચીની પાસે ફક્ત ત્રણ મહિનાનો સમય છે !
માતા-પિતા ભાવુક થઈને બોલ્યા, ડોક્ટર સાહેબ ! એક ની એક બેટી છે, ઑપરેશનના સિવાય કોઈ આરો નથી, આપ ઑપરેશનની તૈયારી કરો !
સર્જરીના પાંચ દિવસ પહેલાં બચ્ચીને ભરતી કરાવી લેવામાં આવી ! બચ્ચી મારાથી બહુ મળતાવડી થઈ ગઈ હતી, બહુ પ્યારી વાતો કરતી હતી.
એની માઁ ને પ્રાર્થનામાં અતુટ વિશ્વાસ હતો. તે સવાર-સાંજ બચ્ચીને એજ કહેતી, બેટી ગભરાતી નહીં ! ભગવાન બાળકોના હૃદયમાં રહે છે ! તે તને કંઈ થવા દેશે નહીં !
સર્જરીના દિવસે મેં તે બચ્ચીથી કહ્યું, બેટી ચિંતા ન કરીશ, ઑપરેશન બાદ આપ બિલકુલ ઠીક થઈ જશો.
બચ્ચીએ કહ્યું, ડોક્ટર અંકલ ! હું ગભરાઈ રહી નથી કેમકે મારાં હૃદયમાં ભગવાન રહે છે, પણ આપ જ્યારે મારું હાર્ટ ઑપન કરો તો જોઈને બતાવજો કે ભગવાન કેવાં દેખાય છે !
હું તેની વાત પર મુસ્કરાઈ ઉઠ્યો.
ઑપરેશનના દરમ્યાન ખબર પડી ગઈ કે કંઈ થઈ શકે તેવું નથી, બચ્ચીને બચાવવી અસંભવ છે, હૃદયમાં લોહીનું એક ટીપુ પણ આવી રહ્યું ન હતું.
નિરાશ થઈને મેં મારાં સાથી ડૉક્ટરને હૃદયને પાછું સ્ટીચ કરવાનો આદેશ દિધો.
ત્યારે મને તે બાળકીની આખરી વાત યાદ આવી અને મેં મારાં લોહી ભરેલાં હાથોને જોડીને હું પ્રાર્થના કરવાં લાગ્યો, હે ઈશ્વર ! મારો બધો અનુભવ આ બચ્ચીને બચાવવામાં અસમર્થ છે, પણ જો આપ તેનાં હૃદયમાં બિરાજમાન છો તો આપ જ કંઈક કરો ! મારી આંખોથી આંસૂ ટપકી પડ્યા. આ મારી પહેલી અશ્રુ પૂર્ણ પ્રાર્થના હતી. એટલામાં મારાં જૂનિયર ડૉક્ટરે કોણી મારી. હું ચમત્કારમાં વિશ્વાસ કરતો ન હતો પણ સ્તબ્ધ થઈ ગયો એ જોઈને કે હૃદયમાં રક્ત સંચાર પુનઃ શરુ થઈ ગયો !

મારાં 60 વર્ષના જીવનકાળમાં આવું પહેલી વાર થયું હતું ! ઑપરેશન સફળ તો થઈ ગયું પણ મારું જીવન બદલાઈ ગયું !
મેં તે બચ્ચીને કહ્યું, બેટા ! હૃદયમાં ભગવાન દેખાયાં નહીં પણ એ અનુભવ થઈ ગયો કે તેઓ હૃદયમાં મોજૂદ હર પલ રહે છે !

આ ઘટનાના બાદ મેં પોતાના ઑપરેશન થિયેટરમાં પ્રાર્થનાનો નિયમ નિભાવવો શરુ કર્યો.
*હું એ અનુરોધ કરું છું કે બધાએ પોતાના બાળકોમાં પ્રાર્થનાના સંસ્કાર સિંચવા જોઇએ...!!*

Gujarati Blog by Kavita Gandhi : 111131232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now