શમણાઓ વિહોણી
રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની
વાત નથી ગમતી મને...
આપણી સામે અલગ
ને લોકો સામે અલગ,
બદલાતા માણસની
જાત નથી ગમતી મને...
જેમને મળીને કંઈ પણ
શીખવા ન મળે
એવા લોકોની
મુલાકાત નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે
મારા મોઢા પર કહો
સંબંધોમાં ઝેરની
સોગાત નથી ગમતી મને...