છોકરી તો ઘરની લક્ષ્મી કહેવાય...તેને પ્રેમથી ઉછેરીને મોટી કરાય...સારુ ભણતર આપીને કોઇના ઘરની વહુ બનાવીને તેને હસતા ચહેરે વિદાય અપાય...જેથી તેને પોતાનો સંસાર ભોગવવાનું એક સારુ સુખ પ્રાપ્ત થાય...
પણ આજનો માણસ આમ સમજવા તૈયાર જ નથી ને!
એક સગી દાદીએ પોતાના છોકરાની વહુને એક છોકરી પછી ભગવાને જયારે છોકરાને બદલે બીજી છોકરી આપી ત્યારે આ જોઇને દાદીથી ના જીરવાયું ને તેને ખાવામાં ઝેર આપીને મારી નાખી...!!!
કેમ મારી નાખી! કારણકે તે એક છોકરીનો જન્મ લઇને આ દુનિયામાં આવી હતી માટે!!!
શું તેને એક છોકરી બનીને જીવવાનો હક્ક ન્હોતો!!!
નવ નવ મહિના તે તેના માના પેટમાં રહીને તેને કેવી કેવી તકલીફો અંદર ભોગવી હતી! તેમ છતાંય તેને એવી કયાં ખબર હતી કે મને આ માનવરુપી દુનિયામાં આવ્યા પછી પણ કોઇ મારુ જ સગું મને મોતને ઘાટ ઉતારી દેશે!
આજે દરેકને છોકરો જોઈએ છીએ..કારણકે તે મોટી ઉંમરે લાકડીનો ટેકો બની રહે..
કોઇને પણ છોકરી પસંદ નથી! કારણકે તેઓ એમ સમજે છે છોકરી પરણીને પારકે ઘેર ચાલી જશે, માટે અમને શું કામ આવવાની હતી!
પણ લોકો સમજવા જ તૈયાર નથી કે જે તમારી ઘરે આવશે તે શું કોઇની વ્હાલી છોકરી નથી!
આજે છોકરા ઘરમાં પાંચ પાંચ હશે તો પણ લોકો સહન કરવા તૈયાર છે પણ છોકરી એકથી વધું હશે તે સહન કરવા તૈયાર નથી!!!
આમાં વાંક આપણા લોકોનો નથી પણ આપણો પોતાનો છે..આપણા સમાજનો છે.
કારણકે છોકરા કરતા છોકરીને પરણાવવી તે આજના જમાનામાં બહુજ કઠીન કામ છે...
આપણા રીતરીવાજો, દાગીના, પૈઠણ, ઘરવખરી, મામેરૂ આપીને સૈ કોઇની કમર તુટી શકે છે.
આવા રીતરીવાજો વરસોથી ચાલતા આવ્યા છે તે આપણે કાઢી શકતા નથી, બલ્કે તે વધુ ને વધુ આગળ વધતા જ જાય છે...
જયાં સુધી આવા જુના રીતરીવાજો ચાલતા રહેશે ત્યાં સુધી આવી નફરતભરી બાળ હત્યા(છોકરીની) થતી જ રહેશે.
"બધુ વિચારીને તારણ એ આવેછે કે...
લોકોને છોકરીની જાત ઉપર નફરત નથી પરંતું તેના લગ્ન સમયે થતા બેહદ ખર્ચાની બીક છે."
હવે તો આ આપણી બીકને હંમેશને માટે દુર કરવી જ પડશે.
પછી જ બેટી બચાવો ને બેટી ભણાવોનું આપણે આગળ વિચારી શકીશું.