આપણે એકલા રહેવું છે કેમ?
વિદેશોથી આવેલી એક બીમારીઓમાં એક બીમારી છે પ્રાઇવસી. મને પ્રાઇવસી આપો એવું કહેતાં ઘણાં યુવાનોને આપણે જોયા હશે. પણ શું એ પ્રાઇવસી માટે યુવાન તૈયાર છે ખરો કે પછી બસ અધૂરા જ્ઞાન અને અસ્પષ્ટ વિચારોની ભીંસમાં એકલા રહેવાને એકમાત્ર વિકલ્પ તરીકે માને છે?
આપણે સહકુટુંબ રહેવા વાળી પ્રજા, એમાંય વાસુદેવ કુટુંબકમમાં માનનારી પ્રજા, તો પછી કેમ એકલા રહેવાની જરૂર પડી એ ખબર નથી. મહ્ત્વકાંશાઓ અને પરિવાર વચ્ચે કેમ સ્વાર્થીપણું જીતવા લાગે છે? કુટુંબ એટલે એકબીજાને પડખે ઉભા રહેવાની વ્યવસ્થા તો કુદરતે ગોઠવી આપી છે પછી કેમ આપણે કુદરત વિરુદ્ધ જવા ઉતાવળ કરીએ છીએ?