*ગમતી સ્ત્રી....*
*સ્ત્રી એટલે...*
જે ફકત અને ફકત તમારા માટે તૈયાર થાય અને "આજે ખૂબ જ સુંદર લાગે છે" એવા એક વાકયની આશમાં તૈયાર થઈને તમારી આસપાસ કોઈપણ અર્થહીન વાતો કરે...!
*સ્ત્રી એટલે...*
જેની સવાર પોતાના માટે નહીં, પણ તમારા માટે થાય...
જેના રાતોના ઉજાગરા અને આંખો નીચેના કુંડાળા તમારા માટે થાય...!
*સ્ત્રી એટલે...*
પોતે સાચી છે, એ જાણતી હોવા છતાં થોડાક વિરોધ પછી બધું જ ચૂપચાપ સહન કરતી જાય...!
*સ્ત્રી એટલે...*
નાનપણમાં અને યુવાનીમાં જોયેલા અઢળક સપનાઓના ફુગ્ગાને 'મેરેજ' નામની એક જ ટાંકણીથી ફોડી નાખે....!
*સ્ત્રી એટલે...*
જે તમને તમારી જાત કરતાં પણ વધુ સમજે,
છતાં પણ "તું મને સમજતી જ નથી,"
કે પછી, "તું મને કયારેય નહીં સમજે" એવા વાકયો રોજ ભાવશૂન્ય ચહેરે સાંભળી લે...!
*સ્ત્રી એટલે...*
જેને તમારા સિવાય કોઈ જ પુરુષ મિત્ર ના હોવો જોઈએ, ભલે તમારે મહિલા મિત્રો હોય...!
*સ્ત્રી એટલે...*
સવારનું એલાર્મ અને રાતનો નાઈટ લેમ્પ...
વહેલી સવારનું ટિફીનને અંતે દરવાજાનું તાળું....!
*સ્ત્રી એટલે...*
બાળકની ટીચરથી લઈને તમારી શુભચિંતક, આખા ઘરનું બધું જ સંભાળીને આખરે, "તારે તો આખો દિવસ મોબાઈલ જ હોય" એમ સાંભળનારી...!
*સ્ત્રી એટલે...*
જેને બીમાર પડવાની, થાકવાની કે દુઃખી દેખાવાની સખ્ત મનાઈ છે તે...!
*સ્ત્રી એટલે...*
તમે ખોટા હોવા છતાં તમારો પક્ષ લેનારી...!
*સ્ત્રી એટલે...*
વગર વાંકે પિયરના લોકો વિષે ખરાબ સાંભળનારી...!
*સ્ત્રી એટલે...*
તમને ખુશ જોવા, રડવાનું છૂપાવીને ખોટું હસનારી...!
પરંતુ....
*સ્ત્રી એટલે...*
તમારા જીવનમાં રહેલ એક દૈવી તત્વ.......❤❤❤
*Respect all Women*