????????
*એક બાવાજી ઝુંપડીમાં ધ્યાન ધરતા હતા ...તે રોજ ગામમાંથી લોટ માગી લાવીને પેટ ભરતા હતા... !*
એક દિવસ એવું બન્યું કે ઉંદરે બાવાજીની એકની એક કફનીમાં કાણું પાડી દીધું...બાવાજીએ કફની જોઈ ...અરે કફની મેં કાણા પડ ગયા ?
"ઉંદરને ને કાણા પાડ દિયા અબ ક્યા કરે ...?"
*બાવાજીને એ ચિંતા થઇ કે , આ ઉંદર અહીંયા રેશે તો બધું ખતમ કરી દેશે ...એટલે ઉંદરને હટાવવો જોઈએ...!*
અત્યાર સુધી પ્રભુ નું નામ લેતો હતો ...હવે ઉંદર નું ધ્યાન ધરવા લાગ્યા !
બસ હવે એક બિલાડી રાખવી જોઈએ ....બિલાડી રાખીશ તો ઉંદર નહિ આવે ...ઉંદર નહીં આવે ...પણ બિલાડીને ખાવા માટે પણ દેવું જોઈએ ... તો એને પીવા માટે દૂધ જોઈએ... એટલે એણે વિચાર્યું કે , એક ગાય રાખી લઉં... !
*બાવાજીએ ઉંદર ને કાઢવા બિલાડીને રાખવા નો વિચાર કર્યો... બિલાડીના માટે દૂધનો વિચાર કર્યો... દૂધ માટે ગાય રાખવી ...*
*એક પરમાત્માનું સ્મરણ કરવા બેઠેલો બાવાજી ક્યાં પહોંચ્યો કફનીમા કાણું ન પડવું જોઈએ... એ વિચારીને કેટલો લપેટામાં લીધો ....*
*બાવાજીને વિચાર આવ્યો ગાય માટે રોજ બાદશાહ પાસે જઈશ... બાદશાહ ને ખુશ કરીશ...ને બદલામાં ગાય માંગી લઈશ ..!.*
પણ , તરત વિચાર આવ્યો કે, ગાયના તો છાણ વાસીદુ બધું કરવું પડે ...કોણ કરશે ? એના માટે કેટલું કરવું પડે ...?
*જોકે બાવાજી ચોક્યા ,અરે આ મે શું કર્યું એક કફનીમાં કાણું પડ્યું...*
તો શું ?
અરે ઉંદર આખી કફની ખાઈ જાય તો પણ શું ?
બીજી મેળવી લાવત.. ન મળે તો એક લંગોટી પહેરીને પણ ચલાવી લેત... !
*આવી ચિંતા હું શું કામ કરું છું..?*
*શું મે ફકીરી એટલા માટે લીધી છે?*
*કે ભગવાન ના ભજન માટે ?"**
*જ્ઞાની ભગવંત પણ આપણને એ જ સમજાવે છે જગતના સારા* *દેખાતા પદાર્થોની પાછળ દોડશો નહીં... નહિતર કલ્પનામાં જ .. ચિંતા* *ઉભી થશે ...સાવધાન રહેજો !*