સુરત શહેર નજીક આવેલ બે સ્ટેશન કિમ ને કોસંબા વચ્ચે એક ટ્રેનમાં દરવાજા પાસે ઉભેલ એક એન્જીનરીગનું ભણતો વિધાર્થીને કદાચ ચાલું ટ્રેને જરાક મસ્તી કરવાનું મન થયું હશે...
તેની મસ્તી એવી હશે કે કદાચ લોકો તેની આ રીતની મસ્તી જોઇને હસે! તાળીઓ પાડે! વાહ વાહ કરે! કે પછી કહે કે ખુબ સુંદર ટેલેન્ટ! ...
પણ એ છોકરાને કદાચ એવી ખબર ના હતી કે ચાલું ટ્રેને તે પણ ટ્રેનના દરવાજે ઉભા ઉભા આવી મસ્તી કે મજાક કદી ના કરાય...
તે એવી કદાચ મસ્તી કરતો હશે કે ચાલું ટ્રેને દરવાજાના ઉભા બે સ્ટીલના સળીયા પકડીને પોતાનું શરીર બહાર ટીગાડતો હોય...
પરંતું બાજુંમાં આવતા જતા પેલા ઇલેકટ્રીક પોલ કોઇની શરમ ભરતા નથી.. કારણ કે ટ્રેન જેમ જેમ આગળ જાય તેમ તેમ સામેથી લોખંડના પોલ ફુલ સ્પીડમાં આવતા જાયછે ને તરત પાછળ ફુલ સ્પીડમાં ચાલ્યા જાયછે..
બસ આમાંનો આવતો એક પોલ પેલા વિધાર્થીના માથામાં જોરથી અથડાયો તરત સેકન્ડમાં જ તેના થડથી માથું કપાઈને દુર પડી ગયું ને તેનું બાકી શરીર કંપાર્ટમેન્ટમાં જ રહી ગયું.
શું એક સારું એન્જીનીયરની લાઇનમાં ભણતો વિધાર્થીને એટલી પણ ખબર નહી હોય કે આવી મસ્તી કદી ના કરાય!
તેની ઘડી બેઘડીની ગમ્મત ને પોતાની આખી જીંદગી ખોવાની સજા!
આવા કેસ તો ઘણીવાર અવાર નવાર ટ્રેનોમાં બનતા જ હોયછે છતાંય લોકો (આજનાં છોકરાં) જાણી જોઇને આવી રમતો કરતા હોયછે.
છેવટે તો પોતાનુ સંતાન ખોવાનું ને સહન કરવાનું દુ:ખ માત્ર ને માત્ર તેના માબાપને મળતું હોયછે!
એટલે જ સૈથી સલામત ટ્રેન આજની મેટ્રો ને કાલની બુલેટ ટ્રેન, કારણકે આવી ટ્રેનો જયારે ચાલું થાય તે પહેલા તેના દરવાજા ઓટોમેટીક તુરંત બંધ થઇ જાયછે.
માટે ટ્રેનના દરવાજાની સલામતી તો આવી આધુનિક ટ્રેનોની જ કહી શકાય !
(નોંધ-નીચે આપેલ ફોટો એક કાલ્પનિક છે)