આમજ સમજાઈ જશે !
એવું નથી કે લાગણી નથી,
અને એવું પણ નથી કે પ્રેમ નથી !
છે બંને અને એ પણ અમાપ, પણ !
મારી નજરે આવીને એકવાર જુઓ, તો સમજાશે !
હૃદયના એક ખૂણે થોડું ભિનું દરદ પણ છે.
એવું નથી કે સમજતો નથી,
અને એવું પણ નથી કે સમજવું જ નથી !
સમજુ એટલું સમજાવી પણ શકું છું, પણ !
આ બંધ હૃદયની સપાટી પર કાન રાખીને જુઓ, તો સમજાશે !
ધબકાર ના એ મંદ અવાજમાં મૌન કેટલું આહત છે.
હા જાણુ છું ! જિંદગી જ છે !
અને એ પણ જાણું છું હા એ મારી જ છે,
થોડી સરળ સરિતા જેવી, થોડી કઠોર પહાડ સમી,
ક્યારેક સમય લઈ આવજો ને સાથે બેસી વાત કરશું !
જ્યારે આંખો છલકવા માંડે તો આમજ સમજાઈ જશે,
આ હસતા હોંઠ પાછળનું રહસ્ય કેમ આટલું જટિલ છે !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*