હું પુંછું એક સવાલ,જવાબ આપ મને.
કેમ છે હાલોહવાલ, જવાબ આપ મને.
સરવાળે લાગણીઓમાં શુ શુ પાલવે ?
કંઈ છે એમાં ય કમાલ ? જવાબ આપ મને.
દરિયાને કિનારો ક્યાં?નદીનો વળી છેડો ક્યાં?
છે આખો અહેવાલ ? જવાબ આપ મને.
સુકા ઝાડ પર સુકી ડાળી,પાન ખરું ખરું,
પંખીને ટહુકવાની મજાલ?જવાબ આપ મને.
ભીંસાય છે બાગ આખો, પાનખરને વાંકે,
ફુલોને સાલવે ધમાલ, જવાબ આપ મને.
હવે કોઈ પુછતું નથી ઝાંઝવા તરફનો રસ્તો,
બધે જ છે જહોજલાલ, જવાબ આપ મને.
કાયમ નથી રહેતા સમજદાર લોકો, દોસ્તો,
જાય છે કફન સુધી સવાલ, જવાબ આપ મને.
???????