શબ્દો તો બધાં સમજી શકે, પણ મૌન મારું સમજી શકે તે મારો ભાઈ છે..
કશું ના બોલું હું તો પણ મૌન મારું સાંભળી શકે તે મારો ભાઈ છે..
નાં બતાવું હું સહેજ પણ તોય મન મારું પારખી લે તે મારો ભાઈ છે..
કમી મને ના કશાની પડવા દે કદી,ને પ્યાર વરસાવે અનરાધાર તે મારો ભાઈ છે...
કદી ભાઈ બની કદી બાપ બની, તે ફરજો પૂરી કરે મારી તે મારો ભાઈ છે..
પુણ્ય પ્રતાપે મળ્યાં જે સબંધો ...તેમાંય સૌથી પ્યારો સબંધ તે મારો ભાઈ છે..
એવો મીઠો મધુરો ને લાખોમાં એક છે.. તે મારો ભાઈ છે....