અનિશ્ચિતતાઓ થી ભરેલું માણસ નું જીવન છે. અહીં બધું અનિત્ય છે... પ્રેમ અને કરુણા દરેકના હૃદયમાં સરખા જ હોય છે બસ આપણે કેટલા જાગૃત કરી શકીએ એ આપણા પર હોય છે... ક્યારેક માણસ ના શબ્દો અથવા વર્તન ન ગમે તેવું જુદું રહે છે અને એના દિલ સાફ હોય શકે એવું પણ બને... ક્યારે કોણ કેવું કે કોણ કેવું વર્તન કરી શકે એ કોઈ જ કહી ના શકે... કઈ પરિસ્થિતિ અને કઈ મનોદશા દ્વારા માણસના સંજોગો કેવા જટિલ ઉભા થઈ જાય શાયદ લોકોએ તેનો સપને પણ ખ્યાલ ના કર્યો હોય... છતાં માણસ પૂરી ખુમારી થી જીવવાનો પ્રયત્ન કરે છે એજ એનો સાચો અભિગમ છે...ઘણી વખત આપણે એમ થતું હોય છેકે આજે નહીં કાલે અથવા ક્યારેક તો એક સારી LIFE જીવીશું અથવા કંઈ એવા સપના અને ખ્વાબ હોય એ પુરા કરીશું... પણ શું ખબર એ એક દિવસ નો મતલબ ક્યારેય ના હોય.....