"બસ-સ્ટેન્ડ "
હું જોતો હતો અને એ શરમાતી રહી.
હજારો ની ભીડમાં નજર બસ એના પર ઠરી રહી.
સમય વહેતો રહ્યો અને જોગ બનતો ગયો.
બસ માં બેસતા એને બારી અડધી ખુલ્લી કરી.
ત્રાસી નજરે એ જોતી હતી મને.
કહ્યું કઈ નહિ પણ મનોમન હસતી રહી.
એક પલ એવું લાગ્યું, દોડીને નામ પૂછી લઉં.
બીજી પલ માં સમય ની યારી સાથ છોડતી રહી.
ધડકન ની રફતાર બસ ની રફતાર થી વધુ હતી.
કોઈક ને ખોવાની ઘભરાહત જાણે થતી રહી.
જોતા લાગ્યું મન એનું પણ બેચેન હતું.
કઈક કહેવાને જાણે તત્પર હતું.
કોણ હશે, શું નામ, ફરી મળશે કે કેમ ?
બેફામ સવાલો મન ને ઝંઝનાવી ગયા.
પહેલી અને છેલ્લી મુલાકાત હતી મારી.
એક પલ માં એ સો પલ ની યાદ મૂકતી ગઈ.
આજે પણ શોધે છે નજર એ નજર ને.
જેને હું જોતો હતો અને એ શરમાતી હતી.
મિલન લાડ.