સાચા પ્રેમ ની તલાશ માં , બહાર કેમ ભટકું હું;
એ તો રોજ આતુરતા થી , રાહ ઘરે મારી જોવે છે.
નથી એનું કોઈ અંગત જીવન , પાછલી સીટ પર બેસાડી;
જિંદગી ને ડ્રોપ કરી એ આવે છે , રાહ ઘરે મારી એ જોવે છે
મારી ખૂશી માટે એ , રાત – દિવસ એક કરી જાણે
સપના મારા પોતાની આખો પર સજાવી એ જોવે છે
બીમાર હું દોડે છે એ , હું સૂવ શાંતિ થી જાગે છે એ
ગુસ્સા માં નિકડેલા શબ્દો માટે મન-મનમાં રોવે છે
મારા ગુણ-અવગુણ જાણે એ , મારા કરતાં વધુ મને પહચાને એ
જન્મતા પેહલા અપાર પ્રેમ ની સોગતો લાવે છે એ
એ તો આતુરતા થી , રાહ ઘરે મારી જોવે છે
નોવન કેન લવ મે એઝ યૂ ડૂ........Dad.;0