ગલ્લાની સામેની બંધ દુકાનના ઓટલે બે ઉઘાડા નાના બાળકો પાસે વાંકા વળી બેઠેલા ઘરડા ડોશીમાએ હાથમાંની સૂકી રોટલીના ત્રણ સરખાં ભાગ કરી એક ટુકડો પોતાની પાસે રાખ્યો અને બીજા બે ટુકડા સાથે બેઠેલા છોકરાઓને આપ્યાં. પાછલા બે કલાકથી મને લાગેલી સિગારેટની તલબ આ દ્રશ્ય જોઈ ક્યાંય ભૂલાઇ ગઇ. સિગારેટ લેવાના પૈસાથી ત્રણ સમોસા લઇ તે ડોશીમા અને બાળકોને આપ્યા. તે દિવસથી સિગારેટની લત છૂટી ગઇ..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)