*એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાઈ જશે*
*લોકો કહે છે કે , એકલા આવ્યા અને એકલા જવાનું !!!!!!!!!!! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !!!!!!!!!!!*
*આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા* *આવ્યા 〰 એકલા જવાનું એ ખરું,* *પરંતુ એકલા જીવવાનું શક્ય છે ???*
*જીવનસાથી વિના જીવન પસાર કરવું કેટલું મુશ્કેલ છે.??????*
*જનાર વ્યક્તિ આમ તો કશું લઇ જતી નથી અને છતાં આપણુ સર્વસ્વ લઇ જાય છે.*
*જીવનસાથીની કદર કરતાં શીખો.*
*તેની અવગણના કે અવહેલના કદી ના કરશો.*
*જીવન સાથી માંથી '' " " " જીવ '' નીકળી જાય પછી કેવળ*
*''ન સાથી '' રહી જાય છે.*
*પછી કશામાં જીવ લાગતો નથી .*
*ઘરમાં બેઠા હોઈએ ત્યારે*
*ઘડીકમાં તેના અવાજનો રણકો કાનમાં સંભળાય છે , યાદોનો ગડગડાટ દિલમાં ગુંજી ઉઠે છે ,*
*ખાલી મકાનમાં પડઘા પડતા હોય તેમ ~ તેના પડઘા મનમાં પડે છે.*
*પણ આ બધું થોડી જ વારમાં ભ્રમ સાબિત થાય છે.*
*ખાવાના મેજ ઉપર તેની ભાવતી વાનગી જોઇને આંખની પાંપણ આપોઆપ ભીની થઇ જાય છે .*
*બહાર નીકળતા એની એ જ દુનિયા અને એના એ જ લોકો અજાણ્યા લાગવા માંડે છે.*
*જીવન સાથી સાથે વિતાવેલ સમય અને સ્મરણોનું ગૂંચળું ગળામાં ડૂમો બની જાય છે.*
*આંખના આંસુ પણ થિજી જાય છે .*
*માટે કહું છું કે આજથી અને અત્યારથી જ તમારા જીવન ~ સાથીની કદર કરતા શીખો.*
*ક્યારેય વિચાર કર્યો છે કે* *જીવન ~ સાથી વિદાય લે તો શું દશા થાય ??????*
*વિચાર ન કર્યો હોય તો આજે જ કરજો અને આજથી તમારી પ્રિય વ્યક્તિને અસીમ પ્રેમ કરવાનું શરુ કરી દેજો.*
*અને સ્નેહવર્ષાથી નવડાવી દેજો.*
*અને સામે તમારી પ્રિય વ્યક્તિના* *પ્રેમને ઝીલવા અને તેનું સન્માન કરવા તત્પર રહેજો .*
*તમારી પ્રિય વ્યક્તિને દિલથી જણાવો કે તું છે તો આ બધું છે.*
*કારણ કે તું છે તો હું છું. તું ન હોય તો હું સાવ એકાકી .*
*તારા વગર આખું જગ સૂનું .*
*જે આજે પ્રેમ નથી કરી શકતો તે પાછળથી પસ્તાય છે.*
*ચાલી ગયેલી આજ ક્યારેય પાછી નથી આવતી , 〰 〰 અને ચાલી ગયેલી વ્યક્તિ પણ !*.
મિત્રો આજે જ આ પોસ્ટ શેર કરો અને પ્રેમ કરો છો તે માટેની એક લાઇક આવશ્ય કરશો..