?મારી બા?
દોરીએ લટકી રહ્યા કપડાં રાહ જોઈ..
વાળતી ઘડી જાણે કરી ઇસ્ત્રી..
ઉઠાડતી પરોઢે ટહુકો મધુર એનો..
સાંભળવા તરસી રહ્યા કાન મારા...
ચકા ચકીની કહેતી વાર્તા મુજને...
લોરી મીઠી સાંભળી આવે નિંદર મુજને..
ચોખાના લાડુ બનાવી હાથેથી જમાડે...
પાલવ એનો ઓઢાડી કરતી રક્ષણ મારૂં...
માથે હાથ જો તારો હતો..
દુનિયા થી હું ન્યારી હતી...
તુજ પ્રીતથી ભીંજાતી..ખુશીઓ ની કિલકારી..
નથી આજે સાથ તારો...છું ભીડમાં પણ એકલી..
શોધું છું તુજને બા મારી..
ક્યાં ખોવાઈ ગઈ તું...