"તારા માટેનો મારો પ્રેમ"
ભલે તને આમ રૂબરૂ મળીને પ્રેમ ના કરી શકું ! પણ, મારા શબ્દો માં સમાવી તને પ્રેમ કરતા મને કોણ રોકે, અને એટલે જ તો તારા ના મળવાનો મને કોઈ દિવસ અફસોસ થયો જ નથી. મારું દિલ, મારા મન ના અહેસાસ માં તો તું હંમેશા મારી સાથે જ છે ને !
બોલ હવે ! શું તું ના પાડે અને હું તને પ્રેમ કરતા અટકી જાઉં એવું બને ?
અને સાંભળ ગાંડી એવું થશે ને ત્યારે હું તો ના જ અટકુ પણ આ શ્વાસ જરૂર અટકી જશે !
મિલન લાડ.