અમદાવાદમાં રહેતા આ બેને પોતાના જીવનમાં બસ એક મંત્ર રાખેલો છે કે ગરીબોની કેવી રીતે સેવા કરી શકાય!
જયારે જયારે પોતાના ઘરમાં કોઇ ખુશીનો દિવસ આવે ત્યારે તેમને પહેલા ગરીબ લાચાર બેઘર બાળકો જ યાદ આવી જતા હોયછે
ઘરે બનાવેલું સારુ સારુ જમવાનું લઇને પોતાના એકટીવા સ્કુટર લઇને કોઇ પણ રોડ ઉપર રહેતા ને રખડતા નાના બાળકો ફરતા દેખાય ત્યારે તેમને નજીક બોલાવીને તૈયાર બનાવેલા ફુડ પેકેટોનું પ્રેમ ભાવથી વિતરણ કરેછે.
આમ કરવાથી તેમને એક ખુશી મળે છે તે જાણે છે કે મારી પાસે કંઇક છે તેજ મારે આપવાનું છે ને મારે એમાંથી જરાય ખુટી જવાનું નથી! ભેગું કરીને પણ મારે ગમે ત્યારે બીજાઓને જ આપવાનું છે ને...
આજે હું આ લોકોની મદદ કરુછુ તેમ જોઇને આ લોકો પણ કયારેક પોતાના પગ ઉપર ઉભા થઇ જશે પછી આ લોકો પણ બીજાને મારી જેમ મદદ કરશે ને!
આને જ કહેવાય જનસેવા
માટે...જ આપવાથી આપણું કંઇ ખુટી જવાનું નથી ઉલટું તે અમુક સમયે તો વધ્યા જ કરવાનું છે.
દાન સેવા જેવો કોઇ જ બીજો ધર્મ નથી.