એક ભૂરો દરિયો હિલ્લોળાય તારી આંખમાં...
ને મન મારું ચકરાવે ચડે લઈ ક્ષિતિજને પાંખમાં....
પ્રેમને ખાતર જીવવાનું વચન માંગ ને...
બાકી કેટલા ય મરવા-મારવાના રઝળે વાયદા બારસાખમાં....
જો અહીં ડૂસકા...નિસાસા... કેટલા ધરબાયા હૃદીયાની કાખમાં...
મહેકંતા અરમાન ને વિફળ આશની રજ ઊડતી જો ખાખમાં....®️