૧૫ ઓગસ્ટે દિલ્હી લાલકિલ્લાએ દેશના વડાપ્રધાનના હસ્તે સન્માનિત દીકરી પ્રથમ ફ્લાઇટ લેફટેનેન્ટ અક્ષરા માટે સૌથી જોરથી તાળીઓ પાડનાર વૃદ્ધ દાદાજી દયાળજીભાઈને આંખમાં આંસુ આડશે ફરી સૌરાષ્ટ્રના ગામનું એ ખોરડું દેખાયું.
"જો બેટા, દીકરી ને ગાય, દોરે ત્યાં જાય.... આ તું મોટા મોટા શમણાં જુએ છે ઇ કાંઈ...!" દાદા દયાળજીભાઈની વાત અધવચ્ચે કાપી અક્ષરા બોલતી, "તે દાદાજી હું તો કરી બતાવીશ..!"
મેડલ સાથે દાદાજીના આશીર્વાદ લેતા અક્ષરા દાદાજીની આંખના આંસુ લૂછતાં બોલી,"મેં કહ્યું હતું ને કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય નહીં, પણ દીકરી ને ગાય ફાવે ત્યાં જાય... સાચું ને.?"
"હા બેટા, સાવ સાચું..!"બોલતા હર્ષનાં આંસુ વહાવતા દાદા પૌત્રીને ભેટી પડ્યા..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)