"ચલો, અંતે અબ્બાના દસ કરોડની મિલકતની વારસાઈ થઈ ગઇ, હવે તો તે આપણી થઇ..!"
"ઘરે જતાં પહેલાં અબ્બાની કબર પર થતાં જઈએ." બંને પતિ પત્ની ગાડીમાં બેસી કોર્ટથી કબ્રસ્તાન તરફ રવાના થયા. રસ્તામાં આવતી ફૂલવાળાની રેંકડીએ ગાડી ઊભી રાખી પતિ ફૂલ લેવા ગયો.
"સાંભળો છો....વીસ રુપિયાના ફૂલ ના લેજો...દસ ના જ લેજો...આમ પણ હવાથી કબર પર ક્યાં ફૂલ રહેવાનાં...?"
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)