આપણે ઘણી વાર રોડ ઉપર કોઇ વ્હીકલથી ઘાયલ થતા ને મરી ગયેલા અબોલ જાનવરો જોતા હોઇએ છીએ તે જાનવરોને બિલકુલ ભાન હોતું નથી કે રોડ કે રસ્તો ક્રોસ કરાય કે નહી !
કારણકે તે જોઇ શકે છે જરા સાંભળી પણ શકે છે પણ વિચારી શકતા નથી કારણકે તેમને મનુષ્યની જેમ લાંબુ વિચારવાની અક્કલ હોતી નથી ને આમ તેથી તેઓ કોઇપણ નાના મોટા વ્હીકલની અડફેટમાં આવવાથી મરણ પામે છે પછી તે ગાય હોય કે બિલાડી હોય કે કુતરાં હોય પણ તેમને એક જ ચીજ દેખાય છે કે કેમ કરીને આ પારથી પેલે પાર જવું! કાં તો તે દોટ મુકશે કાં તો તે ધીરે ધીરે ચાલીને પણ રોડની પેલે પાર જશે ને જો તે સલામત પહોંચી ગયા તો તેમનું ઘણું સારુ નસીબ કહેવાય ને જો તે ચાલતા ચાલતા અધવચ્ચે જ કોઇ વ્હીકલમાં ભટકાઇ ગયું તો સમજો તેની જીવનદોરી તુટી ગઇ...એટલે કે તે ઘાયલ થઇ ને થોડીક જ મીનીટોમાં મરણ પામે છે.
હું ગમે ત્યારે આવા મરેલા જાનવરોને જોઉં તો મારા મોં મોંથી એક જ શબ્દ નીકળી જાયછે તે છે, હે રામ.
કદાચ આમ બોલવાથી તેના દુ:ખી આત્મા ને પ્રભુ શાન્તિ આપે..!
પણ ઘણા લોકોને પોતાના વ્હીકલથી આવા જાનવરો મરણ પામે છે તેમને એક જ સલાહ કે તમને આવા ક્રોસ કરતા જાનવરો દેખાય તો તમારું વ્હીકલ જરા ધીમે ચલાવવું કદાચ તેથી તેની જીંદગી બચી પણ જઇ શકેછે!
કદાચ તેનું પણ કોઇ પ્રેમાળ ફેમીલી કયાંક હોય શકે છે કે સાંજે તેને ઘેર પરત આવવાની બધા રાહ પણ જોતા હોય...
જીવ દયા એ પણ એક પ્રભુ સેવા જ છે.
Care Drive