બે દિવસ પાકિસ્તાનમાં રહીને સલામત પરત ફરેલા આપણા વીર ને સાહસ જાંબાઝ જવાન અભિનંદનનું આખા ભારત દેશની જનતા તેમનું એક અનેરી ખુશી સાથે સ્વાગત કરેછે...
પણ સાથે સાથે બદલાની ભાવના રાખીને ભારતે કરેલા પાકિસ્તાનની બોર્ડર ઉપરના હુમલા પછી હવે યુધ્ધ જેવી જે કટોકટી હતી તે હવે લગભગ સમાપ્ત થઇ જશે.
કારણકે પાકિસ્તાને એક નેક કામ કરી બતાવ્યુ છે એ છે આપણા શુરવીર પાઇલોટ અભિનંદનની પાકિસ્તાનમાં પકડાયા પછી તેને કરેલી સફળ મુક્તી.
શું હવે ભારત સરકાર પાકિસ્તાનની બોર્ડર ઉપર બીજા રહી ગયેલા આતંકી વિરુદ્ધ આનાથી કંઈક વધું હુમલા હવે પછી પણ કરી શકશે!
એ તો હવે આવનારો કોઇ નજીકનો સમય જ બતાવશે.
પણ મને તો લાગેછે કે હવે ભારત પાસે પાકિસ્તાન સાથે વાતચીત કરવા સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો પણ નથી...કદાચ.