સાથે કલમ...કાગળ ને શાહી છે..
તેથી થતી આ વાહવાહી છે..
બીજુ હવે મારે શુ જોઇએ..
મે જીંદગી આવી જ ચાહી છે....
રસ્તો અગમનો આ જે મે લીધો..
શબ્દો જ મારા સંગરાહી છે...
આંસુમા બોળાઇ કલમ લખે..
થઇ દિલના ખૂણે તબાહી છે...
શબ્દો જ મારા જામ છે...સાકી..
શબ્દો જ આ મારી સુરાહી છે..
ત્યા એક દિવસ સૌ થશે ભેગા...
સૌ અંતે એ મંઝીલના રાહી છે...®️?