કેટલાયે દિવસો સુધી વિચાર કરી ફ્રેન્ડબુક એપ્લીકેશન પર દસ વર્ષ પહેલાં જેનું મેરેજ પ્રપોઝલ રિજેક્ટ કર્યું તે સૌરભકુમારની મોકલાવેલી ફ્રેન્ડ રીકવેસ્ટ જોઇ જૂના સંસ્મરણો ફરી જીવી લીધા. તે સમયે એક સામાન્ય પરિવારનો મજૂરી કરતો છોકરો મારા સ્ટેટ્સને યોગ્ય ના લાગ્યો તે આજે એક મલ્ટીનેશનલ કંપનીનો મલિક થવા છતાં મારા નીચલા સ્ટેટ્સ સુધી આવી શક્યો. ઊંડા નિઃસાસા અને હર્ષ મિશ્રિત લાગણી સાથે રીકવેસ્ટ એક્સેપ્ટ કરી ફરી મારા સિલાઈકામમાં વળગી..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)