એક ઉડતી વાત રાજકોટ તરફથી આવી છે...
એક બેન પોતાના ઘેર જવા માટે રસ્તામાં જ કયાંક રોડ ઉપર ઉભા હતા તેમને એમ કે કોઇ સાધન મળે તો જટ ઘેર પહોંચું કદાચ બપોરનો સમય હશે ને પછી થોડીક વાર માં જ દુરથી એક બાઇક સવાર આવતો દેખાયો..
બેનને તો હાશ થઈ કે ચાલને ઘણા સમય પછી તો એક સાધન દેખાયુછે ને હવે તો જલદી પણ હું ઘરે પહોચી જઇશ.
આમ ને આમ વિચારતા જ હતા ને ત્યા જ બાઇક સવારે આવીને ઇશારો કર્યો કે કયાં જાવું! બેન તો જરાક ભોળા હશે ને જટ કહી દીધું કે મારે ગામ જાવું છે બસ અહિં નજીકમાં જ છે જરા બેસાડતા જશો..!
પેલા ભાઈ બોલ્યા હા લો હાલો ને જટ તમને પહોચાડી દઉ મારે ઓ કોરા જ જાવું છે બેન તો બેસી ગયા બાઇક ઉપડયું ધન ધના ધન બસ થોડીકવાર માં પેલા બેનનું ગામ દુરથી દેખાયુ ને બેને બુમ પાડી કે ભાઇ ઉભી રાખો તમારું બાઇક મારું ગામ આવી ગયું...
પણ પેલા ભાઇ એમ થોડી ઉભી રાખે!
મનનો કિડો કંઇક અલગ જ વિચારતો હતો કે આમ કરું તો તેમ થાય ને તેમ કરું તો આમ થાય..
બપોરનો સમય, સુંદર રૂપાળા ઓલા બેન..
પેલાએ તો બાઇક ઉભી ના રાખી ને વધું ને વધું ઝડપે દોડવા લાગ્યો બસ પછી બેનને જરા ખબર પડી ગઇ કે આ ભાઇની દાળમાં કંઇક કાળું દેખાઇ રહયુંછે બસ પછી ઓલા બેને તો બુમો પાડી કે બચાવો બચાવો
ત્યા જ આમ બુમો સાંભળીને ખેતરમાં કામ કરતા લોકો જટ રોડ ઉપર દોડી આવ્યા ને પોતપોતાના સાધનો લઇને બાઇકનો પીછો કરવાનો શરુ કર્યો પણ આગળ રસ્તામાં જ પેલા બાઇકવાળા ભાઇએ પકડાઇ જવાના બીકે પેલા બેનને જોરથી બાઇક ઉપર થી જ ધક્કો માર્યો બસ એ જ સમયે બેન નીચે પડી ગયા ને માથામાં સખત વાગવાથી તેમનું દુખદ મરણ થયું!
કયાં જવું હતું તેમને ને કયાં તેઓ પહોંચી ગયા!
માટે જ કોઇની લીફ્ટ લેતા પહેલા સો વાર વિચારવું જોઈએ નહિ તો...એ હાલો ને...કયાં જાવું! જેવુ થઇ જાય...હો.