આપણી માતૃભાષા ગુજરાતીને વંદન કરતું પિનાકીન ઠાકોરની કોમળ કલમથી લખાયેલ એક ખુબ જ સુંદર મુક્તક ગુજરાતી સાહિત્યમાં સોનેરી અક્ષરે અમર થઇ ગયું. જેમાં લાગણીઓનાં જળ વડે; જેમાં લાગણીઓ જેવી કે સંવેદના, આસ્થા, દેશપ્રેમ, ભાષાપ્રેમ અને ભાઈચારો જેવા પાંચ લાગણીશીલ પંચામૃત વડે માતૃભાષાને પલાળવાની વાત કરે છે. પવિત્ર શબ્દોને ચંદન સાથે સરખાવી કવિ માતૃભાષાની મૂર્તિને ધાર્મિકભાવથી પ્રયોજતા કહે છે કે ચંદનરૂપી શબ્દોને કાગળ પર ઘસીને માતૃભાષાને શણગારું છું. પુષ્પોસમા સહજ ખિલખિલતાં અને મહેંકતા બે ગઝલ બે કવિતાનાં ફૂલહાર અર્પણ કરીને માતૃભાષાને ગુજરાતી સંસ્કારથી મા ગુર્જરીને અમૂલ્ય મુક્તક ભેટ આપે છે.
?લાગણીનાં જળ વડે મર્દન કરું છું,
?શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
?બે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી,
?પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.
_પિનાકીન ઠાકોર